પાટડીની ખારાઘોડા બ્રાન્ચ કેનાલમાં ગંદકીના કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નહોતું. નર્મદા વિભાગને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, અંતે રોષે ભરાયેલા ખેડૂતોએ ‘જાત મહેનત ઝિંદાબાદ’ના મંત્ર સાથે જાતે જ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પાકને છેલ્લા પાણીની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતોએ પાવડા-કોદાળી લઈ કેનાલ સાફ કરી, જેમાં અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો છે.