ઉધના: સુરત: મુહૂર્તમાં ડાંગરની ખરીદીનો એકપણ સોદો કરાયો નહીં,મંડળોએ ભીંજાયેલો ડાંગર લેવાનું બંધ કર્યું
Udhna, Surat | Oct 28, 2025 કમોસમી વરસાદના મારની વચ્ચે સુરતમાં ડાંગર ખરીદીના મુહૂર્તમાં પહેલી વખત એક પણ સોદો થયો નથી. માવઠાને કારણે એક તરફ સહકારી મંડળીઓએ ભીંજાયેલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે ત્યારે બીજી તરફ લાભ પાંચના મુહૂર્તમાં તેમજ સોમવારના રોજ પણ પૌવા મીલોએ એક પણ સોદો નહીં કરતા હજુ સુધી ડાંગરનો પ્રતિ મણ ભાવ પણ પડયો નથી, જેને કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનવા પામી છે.હાલમાં તો ખેડુતોએ રસ્તા ઉપર ડાંગર સુકવવાનું શરૂ કર્યું છે.