નાની ઉંમરની ગિલોસણની સરપંચ સામે કાર્યવાહી ટળી, 14 ઓક્ટોબર ની નવી મુદત
Mahesana City, Mahesana | Oct 4, 2025
ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્રની ભૂલના કારણે નાની ઉંમરમાં મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે સરપંચ બની ગયેલી યુવતી સામે કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ આપેલી 30 સપ્ટેમ્બર ની મુદતમાં સરપંચના વકીલે વધુ એક મુદ્દત માગતા ટીડીઓએ આગામી 14 ઓક્ટોબર ની મુદત આપી જેથી મહિલા સરપંચ સામે હાલ પૂરતી કાર્યવાહી ન કરી