બેચરાજી: શરદપૂનમ ના પર્વ નિમિત્તે બહુચરાજી ખાતે માં બહુચરની ભવ્ય પાલખીયાત્રા નીકળી,હજારો ભક્તો માતાજીની પાલખી યાત્રામાં જોડાયાં
આજરોજ આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે બેચરાજી ખાતે આવેલ શક્તિપીઠ બહુચરાજી માતાજીની ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી.વર્ષમાં ચૈત્ર સુદ પૂનમ અને આસો સુદ પૂનમ એમ બે વખત પાલખી શંખલપુર મુકામે પધારે છે. બહુચરાજી મંદિરથી પોલીસ દ્વારા ગાડો પકોડા આપી પાલખીયાત્રા બહુચરાજી ની શેરીઓમાં ભક્તોને દર્શન આપી પાલખી યાત્રા મધરાત્રે શંખલપુર મુકામે પહોંચી હતી. પાખીયાત્રામાં હજારો ભક્તોએ માતાજીની પાલખી ના દર્શન કર્યા હતા.