ડીસા: ઝેરડા ગામના યુવાન ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું
ડીસા તાલુકાના ઝેરડા ગામના સંજયભાઈ રમેશભાઈ મોદી 17 વર્ષ આર્મી ફરજ બજાવી તેમના માદરે વતન તા.6/10/2025 ને સોમવારના રોજ પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વીરપુરુષ ફોજી ભારતીય સેનામાં થી નિવૃત્ત થતા સમગ્ર ઝેરડા ગામ જનો તેમજ તેઓના કુટંજનો મિત્રો સર્કલ દ્વારા બાઈક રેલી ડીજે સાથે દેશભક્તિના ગીતો વગાડી સન્માન રેલી કાઢી હતી સમગ્ર ગામ ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર ગામ ગુંજી ઊંચું હતું....