પાલ વિસ્તારમાં સ્મોકિંગ ઝોન અને ચા ની કિટલી પર મોડી રાત સુધી પડ્યા પાથર્યા રહેતા લોકો સામે પોલીસનો સપાટો
Majura, Surat | Nov 4, 2025 પાલ વિસ્તારમાં અનેક સ્થળો પર સ્મોકિંગ ઝોન અને ચા ની કીટલીઓ આવી છે.આ સ્થળો પર મોડી રાત સુધી કેટલાક લોકો પડ્યા પાથર્યા રહે છે.જ્યાં સુરક્ષાની દ્રષ્ટિએ પાલ પોલીસ દ્વારા "મિશન મિડનાઇટ" અંતર્ગત સપાટો બોલાવવામાં આવ્યો છે.અલગ અલગ સ્મોકિંગ ઝોન અને.ચા ની કીટલીઓ પર મોડી રાત્રે પોલીસે છાપો મારી તપાસ કરી હતી.જ્યારે મોડી રાત સુધી પડ્યા પાથર્યા રહેતા લોકોને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.આ સાથે સ્માચલકોને પણ કડક સૂચના આપી હતી.