તળાજા: સાંગાણા ગામ ખાતે વીજ કરંટ લાગતા આધેડનું મોત નીપજ્યું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુના સાંગાણા ગામની વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક આધેડ વ્યક્તિનું મોત થયેલ હોવાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે આ આ બનાવ અંગે આજે બપોરે 12:00 કલાકે તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના જુના સાંગાણા ગામે રહેતા વિજયસિંહ ગીરીરાજસિંહ સરવૈયા ઉંમર વર્ષ 43 ને વાડી વિસ્તારમાં અકસ્માતે વીજ કરંટ લાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા