ડાંગ જિલ્લાના સાપુતારાના ઘાટ માર્ગમાં કપાસ ભરેલો ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો
Ahwa, The Dangs | Feb 10, 2024 આજે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ,મહારાષ્ટ્રનાં સોલાપુરથી કપાસનો જથ્થો ભરી રાજકોટ તરફ જઇ રહેલ ટ્રક, સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા, આ ટ્રક માર્ગની સાઈડનાં સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ડ્રાઇવર ક્લીનર નો આબાદ બચાવ થયો છે.