આજે તારીખ 29/12/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ તાલુકાની નાની સંજેલી પગાર કેન્દ્ર ખાતે બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દ્વારા કરવામાં આવ્યું.જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો.