મોરબી શહેર નજીક પાનેલી રોડ પર પર્યાવરણને ગંભીર રીતે નુકસાન પહોંચાડતો બનાવ સામે આવ્યો છે. રોડની બાજુઓમાં મોટા પ્રમાણમાં વેસ્ટ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર બરફ વર્ષા જેવું દેખાઈ રહ્યો છે. આ દૃશ્ય જોઈને લોકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.