સાયલા: સાયલામાં વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન લકી હોટલના ગ્રાઉન્ડમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતો હોવાની બાતમી મળી હતી. આ બાબતે સાયલા પોલીસના જે.ડી.રાઠોડ, રાજપાલસિંહ પરમાર સહિત પોલીસ કર્મીઓએ રેડ કરી હતી. જેમાં લકી હોટલના ગ્રાઉન્ડમાં ઝાડ નીચે બેસી કાગળની ચિઠ્ઠીમાં લખતો યુવાન જોવામાં આવ્યો હતો. અને પોલીસને જોઈ યુવાન નાસવા જાય તે પહેલા તેને ઝડપી લીધો હતો. શખસની પૂછપરછ દરમિયાન સાયલામાં મજૂરી કામ કરતો અજયભાઈ વાલજીભાઈ મેમકિયા હોવાનું જણાવ્યું હતું.