સુબીર: આહવા ખાતે *આહવા ખાતે 'સ્વછતા હી સેવા’ તેમજ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ. ડી.તબીયારે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ આપણાં સૌની જવાબદારી છે માટે આપણે સૌએ તંત્રને સહયોગ કરી પોતાનું ગામ, આંગણવાડી, શાળા, શૌચાલય સ્વચ્છ બનાવી ડાંગ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. સાથે જ તેઓએ 'સ્વછતા હી સેવા’ નો સંદેશો ઘરે ઘરે પહોચાડી દરેક લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યાં હતાં.