આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ બપોરે 3 કલાકે સાગટાળા પોલીસ આપેલ માહિતી અનુસાર પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે ફાંગીયા ખાતેથી વિદેશી દારૂ જપ્ત કર્યો.સાગટાળા પોલીસે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો કુલ 1,19,210 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો.ગાડી મળી કુલ 4,19,210 રૂપિયાના મુદામાલ જપ્ત કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.