જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા નૂતન વર્ષાભિનંદનને લઈ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાભર માંથી આગેવાનો, કાર્યકર્તાઓ,પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.