આમોદ: આમોદના NH-64 પર પ્રજાના પૈસાનું પાણી! જવાબદારો ક્યાં છે?
Amod, Bharuch | Nov 7, 2025 ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 64 પર ચાલી રહેલી કામગીરીએ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લાંબા સમયથી મલ્લા તલાવડીથી ભત્રીસી નાળા સુધીનો માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં હોવા છતાં હવે જે સમારકામ શરૂ કરાયું છે. તે માત્ર દેખાવ પૂરતું હોવાના આક્ષેપો સાથે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.