SMC દ્વારા અમદાવાદ માલવણ હાઇવે પર માલવણ પાસે આવેલી હોટલના પાર્કિંગમાં દરોડા પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 33,816 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. SMCની ટીમે દારૂ, મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂ. 1,68,35,000 થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ઘટનાસ્થળેથી ટ્રક ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.