લાલપુર: જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂની મોટી હેરાફેરી પકડી પાડી છે, અને અંદાજે 700 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો અને કાર વગેરે સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે પોરબંદરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર પડાણાની એક મહિલા તેમજ દારૂના રિસીવર પોરબંદરના એક બુટલેગર સહિત અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે ત્યારે પોલીસે ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી