લખપત: માતાનામઢમાં શુક્રવારે 20 હજાર કરતાં વધુ ભાવિકોએ કર્યા માતાજીના દર્શન
Lakhpat, Kutch | Sep 20, 2025 કચ્છ ધણિયાણી દેશદેવી મા આશાપુરા માતાનામઢમાં હજુ નવરાત્રી શરૂ થવાને બે દિવસનો સમય બાકી છે તે પૂર્વે જ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં યાત્રીકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. શુક્રવારે 20 હજાર કરતા પણ વધુ માઈ ભક્તોએ મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તો બીજી તરફ મોટી ભાવિકોને લઈને અહીંની બજાર તેમજ હાઇવે માર્ગ પર લોકો સાથે વાહનોની પણ લાંબી કતાર લાગી હતી.