મુંબઈથી રાજસ્થાન જઈ રહેલા એક યુવકનું ચીખલી નજીક લક્ઝરી બસમાં અચાનક તબિયત લથડતા સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ ઘટના ચીખલી પાસે બની હતી.મૃતક યુવકની ઓળખ અજય છોટુલાલ ઉર્ફે સંપતલાલ નાયક (ઉંમર 21) તરીકે થઈ છે, જે રાજસ્થાનના શાહપુરા તાલુકાના કલીજરી ગેટ, કુંભાર મહોલ્લાનો રહેવાસી હતો.અજય મુંબઈથી રાજસ્થાન જવા માટે લક્ઝરી બસમાં બેઠો હતો. બસ જ્યારે ચીખલી પહોંચી, ત્યારે તેની તબિયત: અચાનક ગંભીર રીતે બગડી હતી.