વિસનગર: સાંકળચંદ પટેલ યુનિવર્સિટી થનગનાટ 2025ના ગરબા મહોત્સવનો અદ્ભુત ડ્રોન નજારો
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરનું આંગણું આજે શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસની ત્રિવેણી સંગમ ભૂમિ બની ગયું છે. જગત જનની મા અંબાના પાવન પર્વ નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે આયોજિત બે દિવસીય ગરબા મહોત્સવ “થનગનાટ-૨૦૨૫” નો ધમાકેદાર પ્રારંભ થયો છે. વર્ષ ૨૦૧૬ થી શરૂ થયેલો આ મહોત્સવ હવે માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ઉત્તર ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને યુવાનોનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ચૂક્યો છે.