ખેડૂત આંદોલન દરમ્યાન જેલમાં ગયેલા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી શ્રી રાજુભાઈ બોરખતરીયા અને ઓબીસી મોરચા અધ્યક્ષ શ્રી પિયુષભાઈ પરમાર જેલમુક્ત થતા વિસાવદર વિધાનસભાના વડાલ ગામ પાટિયા ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું.આ સ્વાગત પ્રસંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત જિલ્લા પ્રમુખ શ્રી હરેશભાઈ સાવલીયા અને હોદ્દેદારોએ ઉપસ્થિત થઈને ખેડૂતોની લડાઈ લડતા યોદ્ધાઓને આવકાર્યા હતા.