ચુડા: ચુડા તાલુકા ના બલાળા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ માતાજી ના મંદિરે ધામધૂમ થી પુન: પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
ચુડા ના બલાળા ગામે માં આધ્યાશકતિ માતાજી ના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બલાળા, ગુંદાળા. ચોરડી. દોલતપર. બોડી સહિતના અનેક ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જીલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા ક્ષત્રિય સમાજના ઉપ પ્રમુખ અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજના મહામંત્રી મહાવીર સિંહ ઝાલા (વનાળા ) તથા આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.