અબડાસા: નલિયા ૧૦.૫ ડિગ્રી તાપમાન સાથે સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું
Abdasa, Kutch | Nov 19, 2025 કચ્છમાં શિયાળાની ઠંડીનું જોર વધી રહ્યું છે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકોને હવે ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી છે. મોડી સાંજથી લઈ વહેલી સવાર સુધી લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આજે મંગળવારનાં કચ્છનાં કાશ્મીર નલિયા સતત ત્રીજા દિવસે પણ રાજ્યનું સૌથી વધુ ઠંડું મથક નોંધાયું હતું. નલિયાનો લઘુતમ તાપમાનનો પારો ૧૦.૫ ડિગ્રી રહ્યો હતો