દેત્રોજ રામપુરા: નારોલની યુવતીના નામે ફેક આઈડી બનતા સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
આજે બુધવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ નારોલમાં રહેતી 18 વર્ષની યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે તેના ઘરે હતી તે દરમિયાન યુવતીના નામના ઈન્સ્ટાગ્રામ આઈડીથી યુવતીની બહેનને રિક્વેસ્ટ આવી હતી.બહેને આ અંગે યુવતીને તરત જ જાણ કરી હતી. આઇ.ડીમાં યુવતીના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો અને નામ પણ બીભત્સ રાખવામાં આવ્યું હતું.આરોપીએ યુવતીની બહેનનો મોબાઇલ નંબર પણ પોસ્ટ કરી દીધો હતો.