અમદાવાદ શહેર: Frc દ્વારા જાહેર કરાયેલા લીસ્ટ મુદ્દે Deo એ આપ્યુ નિવેદન
આજે સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ DEO કચેરી ખાતેથી DEO રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે FRC અમદાવાદ ઝોનલે 5800 થી વધુ શાળાઓને ફી મંજૂરી આપી.વાલીઓ ઓનલાઇન અને ડેસ્ક બોર્ડ ઉપર શાળાની FRC દ્વારા મંજુર કરેલી ફી જાણી શકાશે .ઘણી શાળાઓમાં ફી માં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવી શાળાઓએ ફી પરત અથવા એડજેસ્ટ કરી આપવી પડશે. શાળાઓએ FRCએ જાહેર કરેલા ઓર્ડરનું પાલન કરવું પડશે.