વડાવળમાં ટ્રેક્ટરના રોટાવેટરમાં આવી જતાં યુવકનું મોત નીપજ્યું.....!
Deesa City, Banas Kantha | Nov 11, 2025
ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાંણીમાં રહેતા યુવક મોહનલાલ વરધાજી માળી જેઓ સાંજે ટ્રેક્ટર પાછળ રોટાવેટર મશીન જોડી ડીસાના વડાવળ નજીક ઉંધડ ખેતરમાં ખેતર ખેડી રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેક્ટર પર સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં આશાસ્પદ યુવક નીચે પટકાયા હતા. જેમાં પાછળના ટાયરમાં આવી જતા ચાલુ ટ્રેક્ટરમાં રોટાવેટર મશીનમાં માથાના આગળનો ભાગ ચગદાઈ જતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા....