નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વડસાંગડ ખાતે રહેતા અને જોગવાડ સબ સેન્ટરમાં CHO તરીકે ફરજ બજાવતા કેવિન ભીખુભાઈ પટેલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. કુરિયર પરત થવાના બહાને રૂ. 5નો ચાર્જ ભરવા માટે મોકલવામાં આવેલી ‘Customer support9.apk’ નામની લિંક ખોલતા જ તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. 99,999 ઉપડી ગયા હતા.