કઠલાલમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પરની ૪૧ બહેનોની ભરતી પૂર્ણ, નિમણૂકપત્રો વિતરણ કરાયા કઠલાલ તાલુકાના વિવિધ ગામોમાં ખાલી પડેલી આંગણવાડી કાર્યકર અને હેલ્પરની જગ્યાઓ ભરવા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં કુલ ૪૧ બહેનોની પસંદગી કરવામાં આવી, જેમાં ૧૮ બહેનો આંગણવાડી કાર્યકર તરીકે અને ૨૩ બહેનો હેલ્પર તરીકે નિમણૂક પામ્યા છે.