વડોદરા: મધુનગર બ્રિજ પાસે જાહેરમાં સામાન્ય બાબતે ઝઘડો,આઠ ઈસમોની ગોરવા પોલીસે અટકાયત કરી કાયદાના પાઠ ભણાવ્યા
વડોદરા : વડોદરા શહેરના મધુનગર બ્રિજ પાસે આવેલા ફાતિમા રેસીડેન્સી ખાતે પ્રથમ કરેલા ઝઘડાની અદાવતમાં ફરીથી હાસમી પાર્ક ગોસિયા મસ્જિદ પાસે ઝઘડો કરવામાં આવ્યો હતો. જેમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવના કોઈ પડઘા ન પડે તે માટે પોલીસ કમિશનરે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના આધારે ગોરવા પોલીસે લાલ આંખ કરીને આઠ જેટલા ઈસમોને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.