ગોધરા: કાંકણપુર પોલીસે એકસઠ પાટિયા ચેકપોસ્ટ નજીકના કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
કાંકણપુર પોલીસે અમદાવાદ–ઇન્દોર નેશનલ હાઈવે પર ગોધરા તાલુકાના એકસઠ પાટિયા નજીક નાકાબંધી દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. 22 ડિસેમ્બરે વાહન તપાસ વખતે એક કારચાલકે પોલીસને જોઈ કાર પરત વાળી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતા કારચાલક કાર મૂકીને ફરાર થયો. બાદમાં કારની તપાસમાં અલગ–અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત રૂ. 4.66 લાખ આંકાઈ. દારૂ અને કાર સહિત કુલ રૂ. 6.67 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી સ