ભુજ પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો ફરાર આરોપી ઝડપાયો ભુજ શહેર બી ડિવિઝન પોલીસે 'મિશન ફ્યુજિટિવ' અંતર્ગત ધોરાજીથી મિહિર રમણીકભાઈ ટોપીયાને ઝડપી પાડ્યો છે. આરોપી ભુજ એ અને બી ડિવિઝન સહિત સાયબર ફ્રોડના કુલ 05 ગુનાઓમાં નાસતો ફરતો હતો. પી.આઈ. ડી.ડી. શિમ્પીના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સોર્સના આધારે આ સફળ કામગીરી કરી છે. વિગત બે વાગ્યે મળી હતી