માણાવદર: તાલુકાના જીલાણા ગામના યુવકને મોબાઈલ જોવાની ના પાડતા ઝેરી દવા પી લઇ જિંદગી ટૂંકાવી
માણાવદર તાલુકાના જીલાણા ગામે રહેતા દિનેશભાઇ કાલુસિંગ ચૌહાણના સુપુત્ર ક્રિષ્નપાલ પોતાના ઘરે મોબાઈલ જોતો હતો ત્યારે તેના માતા પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા લાગી આવતા કોઇ પણ કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનું મુત્યુ થયાની ઘટના આજ રોજ માણાવદર પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળેલ છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.