પંજાબના સદર બજાર વિધાનસભના ચાર ટર્મના ધારાસભ્ય સોમદત્ત અને દિલ્હી નગર પાલિકાના નગર સેવક રોશનલાલ સાગર આજે ભરૂચની મુલાકાતે છે.ત્યારે તેઓના માર્ગદર્શન હેઠળ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રામ વાટીકા સોસાયટીમાંથી ડોર ટુ ડોર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ,ચિરાગસિંહ ગોહિલ,રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા તેમજ સંદીપ વસાવા,સંકેત વસાવા,કેતન વસાવા સહિતના કાર્યકરો જોડાયા હતાં.