સાવરકુંડલા: સાવરકુંડલાને મળ્યું આરોગ્ય સુવિધામાં મોટું વરદાન: બ્લડ બેન્કનું સપનું સાકાર, ધારાસભ્યએ આપી માહિતી
સાવરકુંડલા શહેર માટે લાંબા સમયથી અપેક્ષિત બ્લડ બેન્ક સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નો અને અનુસંધાનથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળતા શહેર તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓને તાત્કાલિક રક્તસેહવાની સુવિધા ઉપલબ્ધ થશે. આરોગ્ય ક્ષેત્રમાં આ પગલું સ્થાનિક નાગરિકો માટે મોટી રાહતરૂપ સાબિત થશે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આજે તા.૦૧ને સોમવારે બપોરે 12 કલાકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.