માંડવી તાલુકા ના મોટી રાયણ ગામની પશ્ચિમ બાજુએ આવેલા તળાવના વોકળામાં ગત રાત્રે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી શરાબની અલગ અલગ બ્રાન્ડની 911 બોટલ જપ્ત કરવામાં આવી હતી. જેની કિંમત રૂા.7.48 લાખ અંકરાઈ છે. માંડવીના કલવાણ રોડ પર રહેતા દેવરાજ ગોપાલ ગઢવીનો દારૂ હોવાનું અને દરોડા દરમ્યાન આરોપી હાજર ન હોવાનું કોડાય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.માહિતી સવારે ૭ કલાકે પ્રાપ્ત થયેલ છે.