ઉમરપાડા: ઉમરપાડા,માંગરોળ સહિતના તાલુકામાં માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય આપવાની માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ કરી
Umarpada, Surat | Oct 28, 2025 સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી માવઠું થઈ રહ્યું છે. જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ,ઉમરપાડા,કામરેજ, માંડવી સહિતના તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો ને સરકાર સહાય ચૂકવે તેવી માંગ સુરત જિલ્લા કોંગ્રેસ આનંદ ચૌધરી દ્વારા કરવામાં આવી છે.