રાજકોટ પૂર્વ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨૦૧૯-૨૦ ના ફેલ/ATKT વિદ્યાર્થીઓને વિશેષ તક: કુલપતિને પરીક્ષા યોજવા રજૂઆત
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર એક કે બે વિષયમાં ફેલ થયા છે અને તેના કારણે તેઓ ગ્રેજ્યુએટ (સ્નાતક) કે માસ્ટર (અનુસ્નાતક) કોર્સ પૂર્ણ કરી શક્યા નથી, તેવા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા વિશેષ એક પરીક્ષાની તક આપવા માટે કુલપતિશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા ૨૦૧૦ થી ૨૦૧૫ સુધીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનો ઠરાવ કરાયો