નડિયાદમાં નાતાલ પર્વની ઉજવણીને લઈને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ,મિશન રોડ પરના ચર્ચો રોશનીથી ઝળહળી ઉઠ્યા* મેથોડિસ્ટ અને એલીમ ચર્ચમાં આકર્ષક રોશનીનો ઝગમગાટ : નાતાલ પર્વનો કાઉન્ટડાઉન શરૂ થતાં ખ્રિસ્તી પરિવારોમાં ભારે થનગનાટ.નડિયાદ શહેરમાં નાતાલ પર્વની ઉજવણીને લઈને ખ્રિસ્તી સમુદાયમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. મિશન રોડ પર આવેલા મેથોડિસ્ટ ચર્ચ અને એલીમ ચર્ચ સહિતના તમામ દેવળોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે.