ખંભાત: લુણેજની પરિણીતાએ પતિ દ્વારા નંબર બ્લોક કરી લેતા એસિડ પીને આપઘાત કર્યો.
ખંભાત તાલુકાના લુણેજ ગામે પરણેલી ગોલાણાની પરિણીતાએ પતિ, સાસુ અને નણંદના શારીરિક તેમજ માનસિક ત્રાસથી કંટાળી જઈને પિયરમાં જ એસિડ પીને આપઘાત કરી લેતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે ત્રણેય વિરુદ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ગોલાણા ગામના જૂના વાઘરીવાસમાં રહેતા ફરિયાદી ઘનશ્યામભાઈ રામુભાઈ વાઘરી (દેવીપૂજક)એ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.