થાનગઢ: થાનગઢ શહેરમાં એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટ્યા
થાનગઢ શહેરના નવાગામ રોડ પર એક સાથે ત્રણ દુકાનમાં સોમવારે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી હતી જેમાં તસ્કરો દ્વારા કુલ ત્રણ દુકાનના તાળા તોડી ₹70,000 થી પણ વધુના મત્તાની ચોરી કઈ હોવાનું સામે આવ્યું છે જ્યારે દુકાનોમાં ચોરીને અંજામ આપનાર ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્રણેય શખ્સો બુકાની ધારી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને લઇ સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.