કેશોદ: કેશોદના અગતરાય ગામ પાસે આવેલ મંગલપુર ચોકડી પાસે ટુ વ્હીલર અને ફોરવીલ ના અકસ્માતમાં એકનું મોત પોલીસે તપાસ હાથ ધરી
કેશોદના અગતરાય ગામ પાસે આવેલ મંગલપુર ચોકડી પાસે ફોરવીલ અને ટુ-વ્હીલર નો અકસ્માત થયો હતો જેમાં કાંતિ ગોવિંદ છત્રાળા જે અગતરાય ગામેથી પોતાના ઘરેથી પોતાની વાડીએ થતા હતા તે દરમિયાન કેશોદ જુનાગઢ હાઈવે રોડ ઉપર મંગલપુર ફાટક પાસે ફોરવીલ કાર ચાલકે મરણ જનારને હડફેટે લેતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મોત થયું હતું. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી છે.