રમેશ વિશ્વાસકુમાર 11A નંબરની સીટ પર બેઠો હતો. ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. રમેશ વિશ્વાસકુમાર બ્રિટનનો નાગરિક છે. બચી ગયેલા રમેશ વિશ્વાસકુમારે કહ્યું, મારી આસપાસ મૃતદેહો હતા. મને ડર લાગ્યો. હું ઊભો થયો અને દોડ્યો. ચારેય બાજુ વિમાનના ટુકડા હતા.