ઉધના: સુરતના લીંબાયતમાં 'ગોરખ વાઘ ગેંગ'નો આતંક: બે આરોપીઓની ધરપકડ બાદ કાયદાનું પાઠ ભણાવ્યો
Udhna, Surat | Oct 11, 2025 સુરતના લીંબાયતમાં કુખ્યાત 'ગોરખ વાઘ ગેંગ'નો આતંક સામે આવ્યો છે. જૂની અદાવતના કારણે ગેંગના સભ્યોએ ગણપતિ ઉત્સવ દરમિયાન સંજય નગર વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.પકડાયેલા બે ભાઈઓ વિશાલ વાઘ,રાજેશ વાઘ પર મારામારી સહિત કુલ ૧૪ જેટલા ગંભીર ગુના નોંધાયા છે.