ઝાલોદ: ઝાલોદ તાલુકાના થેરકાના પંચક્રિષ્ના મુકામે કલશ યાત્રા સાથે ૧૧ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
Jhalod, Dahod | Sep 28, 2025 આજે તારીખ 28/09/2025 રવિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આસો નવરાત્રી અંતર્ગત પંચ-કૃષ્ણ થેરકા મુકામે 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં થેરકા ગામની આજુબાજુના ગામોમાંથી ભાઈ બહેનો સરપંચોઓ સામાજિક રાજકીય કાર્યકરો સાધુ સંતો પૂજારીઓ યુવા ભાઈ બહેનો તેમજ કેન્દ્રીય ગ્રામ સંગઠન સદસ્યો ગાયત્રી શક્તિપીઠ લીમડી અને ઝાલોદ તાલુકા ગાયત્રી પરિવારના મોટાભાગના કાર્યકર્તા ભાઈ બહેનો હાજર રહ્યા હતા.