ઉધના: સુરત: લીંબાયત ગોવિંદ નગરમાં પાર્કિંગના હપ્તા બાબતે યુવક પર જીવલેણ હુમલો, 6 અસામાજિક તત્વોની ધરપકડ
Udhna, Surat | Oct 11, 2025 સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદ નગર વિસ્તારમાં આંતક મચાવનારા 6 જેટલા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ પાર્કિંગના હપ્તાની અદાવતમાં એક યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.અસામાજિક તત્વો દ્વારા પાર્કિંગના હપ્તા બાબતે એક યુવક સાથે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. 6 જેટલા આરોપીઓએ સાથે મળીને યુવક પર બેરહમીપૂર્વક ચપ્પુ અને પગ વડે માર માર્યો હતો.