આણંદ શહેર: શહેરની કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ યાત્રાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતેથી ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આગામી ૧૨ જૂન સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન કૃષિ ક્ષેત્રની સરકારી યોજનાઓ, નવોન્મેષ સંશોધનો અને ખેડૂત વચ્ચે સંધાન કરવામાં આવશે.