રાધનપુર: ચામુંડા માતાજીના મંદિરેથી પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
રાધનપુર પોલિસે ચામુંડા માતાજી મંદિર નજીકથી સરસ્વતી પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે વિનલનાથ બટુકનાથ બાવાજીને ઝડપી પાડ્યો હતો.પોલિસને મળેલી અંગત બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે પોલિસ હાથે શખ્સ ઝડપાઇ જવા પામ્યો હતો.