દાંતા: દાતા તાલુકામાં મનરેગા અને આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપો સાથે લાભાર્થીઓએ દાંતા આવેલા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી
દાંતા તાલુકામાં ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટેની સરકારી યોજનામાં મોટાપાયે કૌભાંડ ના આક્ષેપો થયા છે મનરેગા અને આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપો લાભાર્થીઓએ કર્યા તાલુકા મથક દાંતામાં આવેલા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કૌભાંડ અંગે લેખિત અને મૌખિક વિગતવાર ફરિયાદ લાભાર્થીઓ કરી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ પોતાની આપવિતી અધિકારી સમક્ષ રજૂ કરી હતી ડીડીઓ દ્વારા આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક તપાસના આદેશો આપી કડક કાર્ય કરવાની ખાતરી આપી