બાવળા: ધોળકા ખાતે દુર્વેશ સોસાયટી અને રાજીવનગરમાં નગરપાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરાયો
ધોળકા ખાતે છેવાડાના બલાસ ચોકડી વિસ્તારમાં આવેલી દુર્વેશ સોસાયટીમાં ધોળકા નગરપાલિકા દ્વારા આજરોજ તા. 16/09/2025, મંગળવારે સાંજે 4 વાગે જંતુનાશક દવાનો છઁટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રનોડા રોડ ઉપર આવેલ રાજીવનગરમાં પણ જંતુનાશક દવાનો છઁટકાવ કરવામાં આવ્યો હતો.