રાજકોટ પૂર્વ: રાજકોટ જામનગર રોડ પર કાર અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત..
રાજકોટ-જામનગર હાઈવે પર માધાપર ચોકડી નજીક આજે 5:00 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા.